ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના બુટવડાથી લોકિકે જવા નીકળેલ યુવાનના ત્રિપલ સવારી બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત: દંપતી સહિત ત્રણેયને હેમરેજ-ફ્રેકચર જેવી ઇજાઓ


SHARE





























હળવદના બુટવડાથી લોકિકે જવા નીકળેલ યુવાનના ત્રિપલ સવારી બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત: દંપતી સહિત ત્રણેયને હેમરેજ-ફ્રેકચર જેવી ઇજાઓ

હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતો યુવાન પોતાના પત્ની અને કાકીને બાઈકમાં સાથે બેસાડીને હળવદ તાલુકાના કડિયાણા ગામે લોકિકે જતો હતો ત્યારે રસ્તામાં હળવદની મોરબી ચોકડી પાસે ટેન્કરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતી સહિતના ત્રણેયને હેમરેજ અને ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ઈજા પામેલ યુવાનના પિતાએ ટેન્કર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા ભગાભાઈ મોહનભાઈ સુરાણી જાતે કોળી (65)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર નંબર જીજે 12 બીવાય 5888 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓનો દીકરો સુરેશભાઈ ભગાભાઈ સુરાણી (35) પોતાના પત્ની સવિતાબેન સુરેશભાઈ સુરાણી (32) ફરિયાદીના કાકાના દીકરાના પત્ની ગગુબેન ધીરુભાઈ સુરાણી (40) બુટવડાથી હળવદ તાલુકાના કડીયાણા ગામે લોકિકે જવા માટે તેને નીકળ્યા હતા અને રસ્તામાં હળવદની મોરબી ચોકડી પાસે ટેન્કર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું.

જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે હેમરેજ તેમજ જડબાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થઈ છે. ફરિયાદીના પુત્રવધુને બંને હાથે પગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે. તેમજ ફરિયાદીના કાકાના દીકરા ભાઈના પત્નીને ડાબા પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા પહેલ છે. અને અકસ્માત સર્જીને ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મહિલા સારવારમાં

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા કૈલાસબેન અશ્વિનભાઈ વિડજા (55) નામના મહિલા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા પાસેથી બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેઓને ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
















Latest News