વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ કેસમાં વિલંબ પાછળ ટ્રેજેડી વિકટીમ એસો.ના વકીલ જવાબદાર-સરકારી વકીલ: સીબીઆઇ તપાસની માંગને સરકાર કેમ ધ્યાને લેતી નથી-જીજ્ઞેશ મેવાણી


SHARE







મોરબીમાં ઝૂલતા પુલ કેસમાં વિલંબ પાછળ ટ્રેજેડી વિકટીમ એસો.ના વકીલ જવાબદાર-સરકારી વકીલ: સીબીઆઇ તપાસની માંગને સરકાર કેમ ધ્યાને લેતી નથી-જીજ્ઞેશ મેવાણી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થતાં હતા જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તેવામાં પીડિત પરિવારને હજુ સુધી ન્યાય મળેલ નથી જેથી કરીને 9 ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પહેલા આજે મોરબી જિલ્લાના સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, ઝૂલતા પુલ કેસની મુદતમાં ટ્રેજેડી વિકટીમ એસો.ના વકીલ હાજર રહેતા નથી જેથી કરીને કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે તો સામપક્ષેથી કોંગ્રેસનાં ધારાસભ્યએ કહ્યું હતું કે, સરકારના પેટમાં પાપ ન હોય તો પ્રમાણિક અધિકારીને તપાસ સોપાવામાં આવે અને સીબીઆઇને કેસ આપીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી પીડિત પરિવારો વતી માંગ કરેલ છે.

મોરબીમાં ઝુલતો પુલ તા 30/10/22 ના રોજ તૂટી ગયો હતો અને ત્યાર બાદ બીજા જ દિવસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં મોટાભાગના જમીન મુક્ત થઈ ગયેલ છે. જો કે, આ કેસમાં હજુ સુધી પીડિત પરિવારને ન્યાય મળેલ નથી તેવો કહેવામા આવે છે ત્યારે આજે મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, આ કેસની તપાસ પૂર્ણ કરી પોલીસે તા. 23/1/23 ના રોજ ચાર્જશીટ રજુ કરી દેવામાં આવ્યું છે અને આ કેસમાં 367 જેટલા સાક્ષી બનાવવામાં આવેલ છે. અને આ કેસમાં ભોગ બનનારના વકીલે અરજી રી-ઇન્વેસ્ટીગેશન અને ૩૦૨ ની કલમનો ઉમેરો કરવાની માંગ સાથે અરજી કરી હતી. અને તે અરજીનો નિકાલ નહિ થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહિ થાય અને કેસ આગળ ચાલશે નહીં. આજ સુધીમાં આ કેસમાં કુલ મળીને 47 મુદત પડી છે જેમાંથી માત્ર 3 વખત પ્રત્યક્ષ અને બે વખત ટ્રેજેડી વિકટીમ એસો.ના વકીલ ઓનલાઈન હાજર રહેલ છે. જો કે, સરકારી વકીલ તરીકે તેઓ દરેક મુદતમાં હાજર રહ્યા હતા અને આ કેસને ઝડપથી ડે બાય ડે ચાલે  તેના માટે સરકાર કટિબદ્ધ છે. અને અરજીનો નિકાલ થશે પછી જ ચાર્જ ફ્રેમ થશે અને ડે બાય ડે કેસ ચાલશે. અને પીડિત પરિવારોને ન્યાય મળશે.

આજરોજ સરકારી વકીલ દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી તે બાબતે મોરબીમાં હાજર રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવે છે, તેમજ નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવી છે. જેનો મતલબ છે કે, તે લોકો ક્યાંકને ક્યાંક આ દુર્ઘટના માટે તેઓ દોષિત છે. તેમ છતાં પણ આજ સુધી પાલિકાના અધિકારી કે પદાધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ! અને સૌથી મોટી બાબતે છે કે માત્ર મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારોને નહીં પરંતુ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં બનેલ સુરત, વડોદરા, રાજકોટ સહિતની ઘટનાઓના જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે તેના માટે ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની સામે ભાજપના પ્રવક્તા કોઈ જવાબ આપતા નથી. પરંતુ સરકારી વકીલને આગળ કરવામાં આવી રહ્યા છે.

વધુમાં મેવાણીએ કહ્યું છે. સરકાર કોર્ટમાં મુદતમાં શા માટે પીડિત પરિવારોને ગુમરાહ કરે છે. જો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના પેટમાં પાપ ન હોય તો વિકટીમ પરિવાર દ્વારા જે સીબીઆઇની માંગ કરવામાં આવી રહી છે તે મુજબ સીબીઆઇને કેસની તપાસ આપવી જોઈએ અને ભોગ બનેલા પરિવારોને બે કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. તેમજ દોષિતોને સજા કરવી જોઈએ. આટલું જ નહીં ભાજપના પાપે અને ભાજપના ભ્રષ્ટાચારના કારણે દુર્ઘટનાઓ બની રહી છે અને પાલિકાને સુપરસીડ કરવી પડે તેમ છતાં પણ પીડિતના વકીલ હાજર નથી રહેતા તેવા કહીને લુલો બચાવ કરવામાં આવે છે ? જેથી કરીને તટસ્થ અને પ્રમાણિક અધિકારીને આ કેસની તપાસ આપવામાં આવે અને આગામી સમયમાં જ્યારે પણ કોઈ જવાબ આપવાનો થાય ત્યારે ભાજપના પ્રવક્તા દ્વારા જવાબ આપવામાં આવે તેવી લાગણી તેને વ્યક્ત કરી હતી.






Latest News