મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામે વાડીએ ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી ગયેલ બાળકીનું સારવારમાં મોત


SHARE





























હળવદના કોયબા ગામે વાડીએ ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી ગયેલ બાળકીનું સારવારમાં મોત

હળવદ તાલુકાના કોયબા ગામે વાડીએ રહીને મજૂરી કામ યુવાનની દીકરી ભૂલથી ઝેરી દવા વાળું પાણી ગઈ પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ રણમલભાઈ તડવી (36) ની દીકરી હેતલબેન અશોકભાઈ તળવી (14) વાડીએ હતી ત્યારે ભૂલથી તે ઝેરી દવા વાળું પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને આ બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક બાળકીના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 1000 ની કિંમતની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તેમજ સ્કૂટર નંબર જીજે 36 એએચ 0013 જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 51,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી આશિષભાઈ રાણાભાઇ વિરડા જાતે બોરીચા આહીર (31) રહે કાલિકા પ્લોટ રાજબેક વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
















Latest News