ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પીઆઈ તરીકે નયનકુમાર વસાવા મુકાયા
SHARE
૨૦૧૮ ની બેન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરે ટંકારા તાલુકામાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો
ટંકારા પોલીસ સ્ટેશન ખાતે હાલ પ્રોબેશન પિરિયડમાં રહેલા નયનકુમાર વસાવાએ ચાર્જ સંભાળ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને કાયદાનો ભાન કરાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી તાગ મેળવી રહ્યા છે. દિવાળી ટાંણે ચોરીના બનાવો ન બને અને ખરીદીની ભીડમાં પણ અનિચ્છનીય બનાવ રોકવા તેઓએ કમર કસી છે ત્યારે મકાન માલિકો વેકેશન દરમિયાન માદરે વતન કે ફરવા જતા હોય ત્યારે સાવચેતી રૂપે પોલીસ મથકે જાણ કરવા અથવા બિટ જમાદારને જણાવી અગમચેતી વાપરવા માટે જણાવ્યું છે.
પીઆઈ વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક સોથી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની ભરતીમાં પ્રથમ વખત પરીક્ષા આપી ઉત્તિર્ણ થયા જે આજની યુવા પેઢીને શિખવા જેવી બાબત છે કે ધ્યેય તરફની ગતિ લક્ષ્ય સુધી પહોંચાડે જ છે તે સુત્રને વળગી રહીને નયનકુમાર વસાવાએ સંપ-સેવા અને સુરક્ષા માટે ખાખી વર્દી થકી લોક સેવાની પસંદગી કરી છે.