ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પીઆઈ તરીકે નયનકુમાર વસાવા મુકાયા
મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા
SHARE









મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા
પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે.બનાવની જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
માળીયા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ માળીયાના વેણાસર ગામના રહેવાસી રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરનાગાળે નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોય બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક રણજીતભાઇ કુંવરીયાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.મૃતકના પરિવારજનોની ફરીયાદ લઇને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી પાડવા પીએસઆઇ ચુડાસમાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારા કાર ચાલકે પોતાની કારની મૃતક રણજીતભાઇની ઉપર ફેરવી દીધી હોય અને તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી રણજીતભાઇનું મોત નિપજયુ હોવાનું હાલ જાણવા મળેલ છે.જોકે કયા કારણોસર બનાવ બન્યો અને કોણ હત્યા નીપજાવીને નાસી છૂટ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
