માળીયા(મી)ના વેણાસરમાં જમવાના ઝઘડામાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા: બે સામે ગુનો નોંધાયો
વાંકાનેરના લુણસરમાં તાવાના ચૂલા બાબતે યુવાનને બે મહિલા સહિત છ વ્યક્તિએ માર માર્યો
SHARE









વાંકાનેરના લુણસરમાં તાવાના ચૂલા બાબતે યુવાનને બે મહિલા સહિત છ વ્યક્તિએ માર માર્યો
વાંકાનેર તાલુકાના લુણસર ગામ તાવાના ચૂલા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને તે બાબતે બે શખ્સોની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવાને મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો મળે વાંકાનેર તાલુકાના લુણાસર ગામે રહેતા અશ્વિનભાઈ કાંતિભાઈ ચાવડા (ઉંમર ૨૯)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છગનભાઈ કરશનભાઇ ચાવડા, પ્રેમીબેન છગનભાઈ ચાવડા રહે બંન્ને અમદાવાદ અને ભરતભાઈ જીવાભાઈ ચાવડા, શૈલેષભાઈ જીવાભાઈ ચાવડા, જીવાભાઈ હરિભાઈ ચાવડા અને ભાનુબેન જીવાભાઈ ચાવડા રહે. ચારેય લૂણસર વાળાની સામે તેને માર માર્યો હોવા અંગેની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૬/૧૦ ના રોજ ચારેક વાગ્યાના અરસામાં તેના ગામે તાવાનું આયોજન છગનભાઈ અને પ્રેમીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે તાવાના ચૂલા બાબતે બોલાચાલી કરીને તેના પિતાને ગાળો આપી હતી ત્યાર બાદ બાકીના આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને અશ્વિનભાઈએ હાલમાં બે મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
