વાંકાનેરના લુણસરમાં તાવાના ચૂલા બાબતે યુવાનને બે મહિલા સહિત છ વ્યક્તિએ માર માર્યો
મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
SHARE









મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફિસ તરફ જવાના રસ્તા ઉપર થી બાઇક લઈને પસાર થતા વૃદ્ધના બાઇકને પાછળથી આવી રહેલી બાઈકના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઈજાઓ થઈ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતકના દીકરાએ અકસ્માત સર્જનાર સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી હોય તો મને મોરબી નજીકના નવી ટિંબડી પાસે આનંદ હોટલની બાજુમાં રહેતા શૈલેષભાઈ રતનસંગભાઈ જારીયા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૩૩)એ બાઇક નંબર જીજે ૩૮ અરબી ૩૩૭૭ નાં ચાલક જયદીપભાઇ દિલીપભાઈ અકબરી જાતે પટેલ (ઉંમર ૨૪) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પરશુરામ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા (ઉંમર ૬૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૩૩૮ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક થી જૂની પોસ્ટ ઓફિસ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે ગત ૭/૧૦ ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના બાઈકથી તેઓના પિતાના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં રતનસંગભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને અકસ્માતના બનાવની શૈલેષભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપભાઇ અકબરીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
