મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

કોંગ્રેસ આક્રામક: મોરબી પાલિકામાં ભાજપની સત્તા સમયે કલમ 45 (ડી) હેઠળ કરાયેલ કામોની યાદી આપવા 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો આંદોલન


SHARE















કોંગ્રેસ આક્રામક: મોરબી પાલિકામાં ભાજપની સત્તા સમયે કલમ 45 (ડી) હેઠળ કરાયેલ કામોની યાદી આપવા 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો આંદોલન

મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન છેલ્લા વર્ષોમાં ઘણા કામોને કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવ્યા હતા જો કે, તે કામોને ખરેખર આ કલમ હેઠળ લઈને કરી શકાય કે નહીં તે તપાસનો વિષય હતો તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જો પ્રજાના પૈસાને ખોટી રીતે વરપરવામાં આવ્યા હોય તો તેની રિકવરી કરવામાં તેની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા નગરપાલિકાના વહીવટદાર પાસેથી કલમ 45 (ડી) કામોની યાદી માંગવામાં આવી છે અને જો માહિતી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા નગરપાલિકાના વહીવટદાર પાસે જેમાં માહિતી માંગવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી બાદ ભાજપની મોરબી નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી હતી અને 52 બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા. ત્યારબાદ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર કરવામાં આવેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના લીધે લોકો આજે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલમ 45 (ડી) હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા જુદા જુદા વોર્ડની અંદર લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના કામ કરાવવામાં આવ્યા છે. જોકે, તે કામ ખરેખર કલમ 45 (ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી કરીને આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વાપરવામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે તમામ લોકોની પાસેથી 45 (ડી) ની કલમ હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિકવરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

હાલમાં જે માહિતી અધિકારી પાસે માંગવામાં આવી છે તેમાં મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા આવી ત્યાર પછી 45 (ડી) હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે ?, મોરબીના કયા વોર્ડની અંદર 45 (ડી) હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે., 45 (ડી) ની કલમ હેઠળ કયા સંજોગોમાં અને કયા કારણોસર કામ કરાવી શકાય છે ?, જો 45 (ડી) ની કલમ હેઠળ ન સમાવી શકાય તેવા કામ આ કલમ હેઠળ કરવામાં આવ્યા હોય તો કયા પ્રકારના પગલા પાલિકાના અધિનિયમ મુજબ લઈ શકાય છે ?, મોરબી પાલિકા વિસ્તારની અંદર ભાજપના શાસન દરમિયાન 45 (ડી) કલમ હેઠળ બેફામ કામગીરી કરવામાં આવી તે કોના ઇશારે થતી હતી ?, મોરબી નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કલમ 45 (ડી) હેઠળ કયા કયા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?

આટલું જ નહીં પાલિકાના અધિનિયમ મુજબ કલમ 45 (ડી) નો ઉપયોગ કોણ કરી કે કરાવી શકે અને ક્યારે કરાવી શકે છે ?, મોરબી પાલિકામાં 52 સભ્યો સાથે ભાજપની સત્તા આવી ત્યાર પછીથી પાલિકા સુપરસીડ કરવામાં આવી ત્યાં સુધીમાં 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોનું લિસ્ટ ખર્ચની વિગત સાથે આપવું., પાલિકામાં 45 (ડી) કલમ હેઠળ લેવામાં આવેલ પરંતુ ન કરવામાં આવેલા કામેનું લીસ્ટ તેના ખર્ચની વિગત સાથે આપવુ., જે કામોને પાલિકાની બોડી સુપરસીડ થયા પછી રોકી દેવામાં આવ્યા તે કામ કોની સુચનાથી બંધ કર્યા હતા ? અને જો ખોટી રીતે પાલિકાના ભાજપના  સત્તાધીશોએ કલમ 45 (ડી) નો ઉપયોગ કર્યો હોય તો પાલિકાએ અત્યાર સુધીમાં શું પગલા લીધા છે ? તેની સંપુર્ણ વિગત માંગવામાં આવી છે અને આ માહિતી આપવા માટે પાલિકાને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો માહિતી નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News