મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાંથી બીયરના 12 ટીન સાથે એક પકડાયો


SHARE









મોરબીના લાયન્સનગરમાંથી બીયરના 12 ટીન સાથે એક પકડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 12 ટીન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,200 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર સતનામે એપાર્ટમેન્ટની બાજુમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના 12 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજુ ઉર્ફે રાજેશ હિતેશભાઈ નાંગહ (24) રહે. વાવડી રોડ મીરા પાર્ક ઉમિયા એપાર્ટમેન્ટ ત્રીજા માળે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીના ઘુટુ રોડ ઉપર વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા જીગ્નેશભાઈ હરિલાલ જોશી (53) રહે. ગ્રીનચોક લક્ષ્મીનારાયણ શેરી મોરબી મળી આવતા તેને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી 400 ની રોકડ કબજે કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News