મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાને કેસીનો-શેરબજારમાં 13 લાખ ગુમાવતાં દેણું થઈ ગયું !


SHARE









મોરબીમાંથી ગુમ થયેલ યુવાને કેસીનો-શેરબજારમાં 13 લાખ ગુમાવતાં દેણું થઈ ગયું !

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડની દુકાને જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવાન ગુમ થઈ ગયો હતો. જેથી ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસ તથા પરિવાર તેને શોધી રહ્યા હતા દરમિયાન તે યુવાન હેમખેમ મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ યુવાન ઓનલાઈન કેસીનો અને શેર બજારમાં 13 લાખ રૂપિયા જેટલી રકમ હારી ગયેલ હોવાથી તેના ઉપર દેવું થઈ ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડમા આવેલ તેની દુકાને જવાનું કહીને મોરબી તાલુકાના જેતપર ગામે મોટી શેરીમાં રહેતો પવન દિનેશભાઈ કલોલા (22) નામનો યુવાન ગત તા. 9/8 ના રોજ સાંજે 7:15 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ તે યુવાન ગુમ થઈ ગયો હતો. જેને ઘરમેળે શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો મળી આવેલ ન હતો. જેથી ગુમ થયેલ પવનના પિતા દિનેશભાઈ ચતુરભાઈ કલોલા રહે. જેતપર મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતાનો દીકરો મોરબી માર્કેટયાર્ડમાંથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી.

જેના આધારે પોલીસ અને પરિવારજનો તે યુવાનને શોધી રહ્યા હતા અને આ યુવાન હેમખેમ મળી આવેલ છે તેવી માહિતી તપાસ કરી રહેલા જે.એ. ઝાલા પાસેથી માહિતી મળી આવેલ છે. અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ પવન કલોલ ઓનલાઇન કેસીનોમાં આઠ લાખ અને શેર બજારમાં પાંચ લાખ જેટલી રકમ હારી ગયેલ છે જેથી કરીને તેના ઉપર દેણું થઈ જવાના કારણે તે કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. તેવી પ્રાથમિક વિગત સામે આવેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News