હળવદના જૂના અમરાપર ગામે સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં
SHARE
હળવદના જૂના અમરાપર ગામે સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં
હળવદ તાલુકાના જુના અમરાપર ગામે સગીરા ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જોકે, બનાવ હળવદની હદમાં બનેલ હોવાથી હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા રમેશભાઈ ભીલની 16 વર્ષની દીકરી અસ્મિતાએ ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર કરતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ યુ.જે. ટાપરિયા દ્વારા કરવામાં આવી હતી. જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.
વધુમાં બનાવની પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સગીરા હાલમાં તેના ભાઈ સાથે અહીંયા રહેતી હતી અને તેના માતા પિતા વતનમાં રહેતા હતા અને આ સગીરાને માતા પિતા પાસે વતનમાં જવું હતું જેથી કરીને તે તેને ફોન કરતી હતી જો કે, તેના માતા પિતાએ થોડા દિવસોમાં આવવા માટે કહ્યું હતું તેવામાં સગીરાએ આ પગલું ભરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા છે
યુવાન સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામિલની સામે રહેતા સાજીદ કાસમભાઈ હાલા (20) નામનો યુવાન મોરબીના રામચોકના ઢાળિયા પાસે દુકાનેથી ઘરે જતો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે
મહિલા સારવારમાં
મોરબીના સનાળા રોડ ઉપર વિઠ્ઠલનગરમાં રહેતા અંજનાબા ઘનશ્યામભાઈ ગઢવી નામના મહિલા બાઇકમાં બેસીને મોરબીમાં લાલબાગ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે મહિલાને જમણા પગમાં ઇજા થઇ હતી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમા લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.