મોરબીમાં રસ્તાના ડખ્ખામાં હવે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર સામે હુમલાની ફરિયાદ
હળવદના ગોલાસણ ગામે ગોચર-ખરાબામાં દબાણ ન કરવાની અરજી કરનાર વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
હળવદના ગોલાસણ ગામે ગોચર-ખરાબામાં દબાણ ન કરવાની અરજી કરનાર વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા વૃદ્ધે ગોચર અને ખરાબાની જમીનમાં કબજો નહીં કરવા માટે અરજી કરેલ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને ઢીકા પાટુનો અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ગોલાસણ ગામના રહેવાસી અને હાલમાં હળવદની હરીદર્શન સોસાયટીમાં રહેતા મનુભાઈ ફતેસિંહ મહેડુ જાતે ગઢવી (71)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દશરથભાઈ ગેલાભાઈ ખાંભડીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા અને મુકેશભાઈ ગેલાભાઈ ખાંભડીયા રહે. બધા ગોલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ અગાઉ ગોચર અને ખરાબાની જમીનમાં કબજો નહીં કરવા અરજી કરી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે