મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા પોલીસે પકડેલા ૬૬.૬૭ લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કર્યો


SHARE













વાંકાનેર શહેર-તાલુકા પોલીસે પકડેલા ૬૬.૬૭ લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કર્યો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની અગાઉ રેડ કરીને દાકૂ બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેને નાશ કરવા માટેની કોર્ટ પાસેથી મંજુરી મેળવીને અધિકારીઓની હાજરીમાં ૬૬,૬૭,૭૩૫ ના દારૂની જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કર્યો હતો.

વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનટ વિસ્ચારમાં ઇંગ્લીશદારૂના અલગ-અલગ કુલ- ૩૩ ગુન્હાઓમાં પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ૭૩૫ બોટલો જેની કિંમત ૨,૧૫,૨૯૫, વાંકાનેર તાલુકા પોલીસની ૪૮૭૦ બોટલો તથા બીયર ૭૦૯૬ ટીન જેની કુલ કિંમત ૬૪,૫૨,૪૪૦ થાય છે તે દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા વાંકાનેર- ચોટીલા હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ ૧૨૭૦૧ દારૂની બોટલો તથા બિયર ટીન જેની કુલ કિંમત ૬૬,૬૭,૭૩૫ ના માલ ઉપક રોડ રોલર ફેરવીને તેનો નાશ કરેલ છે. આ તકે વાંકાનેરના પ્રાંત અધિકારી એસ.એમ ગઢવી, ડીવાયએસપી એસ.એચ સારડા વાંકાનેર સીટી પીઆઇ એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ ભરગા સહિતના હાજર રહ્યા હતા.






Latest News