મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના કોયબા નજીક મંદિર પાસે જંગલ વિસ્તારમાં શક્તિનગરના યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE









હળવદના કોયબા નજીક મંદિર પાસે જંગલ વિસ્તારમાં શક્તિનગરના યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં મંદિર પાસે જંગલ વિસ્તારમાં યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે રહેતા જેસીંગભાઇ ઉર્ફે જયેશભાઈ વિનોદભાઈ ઉપહારિયા જાતે ચુવાળીયા કોળી (22) નામના યુવાને કોયબા ગામની સીમમાં રંગીલા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ યુવાને ક્યાં કારણોસર પગલું ભર્યું હતું..? તે દિશામાં આગળની તપાસ એમ.એમ.સદાદિયા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા સનબ્રાઈટ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો બેરગાભાઈ સુખલાલભાઇ ગીલુવા (27) નામનો યુવાન રંગપર પાસેના એબીસી સિરામિક નજીકથી પગપાળા જતો હતો ત્યારે તેને રિક્ષાવાળાએ પાછળના ભાગેથી હળફેટ લીધો હતો.જેથી ઇજા પામતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.તેમજ અકસ્માતનો બીજો બનાવ મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલા દશામાઁ ના મંદિર પાસે બન્યો હતો.જેમાં ચાલુ બાઈકે નીચે પડી જતા નક્ષ રસિકભાઈ સંતોકી નામના બાળકને ઈજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલએ સારવારમાં લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ અકસ્માત બનાવની તપાસ કરી હતી.



Latest News