મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 99.680 કિલો પોસ ડોડાનો જથ્થો ભારેલ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ, માલ આપનારનું નામ ખૂલ્યું


SHARE







હળવદ નજીકથી 99.680 કિલો પોસ ડોડાનો જથ્થો ભારેલ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ, માલ આપનારનું નામ ખૂલ્યું

અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીકથી પસાર થતાં એક ટ્રકને ચેક કર્યો હતો ત્યારે તેમાંથી 99 કિલો તથા 680 ગ્રામ માદક પદર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતી જેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને બે આરોપીને પકડ્યા છે અને માલ આપનારની પણ નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જતાં ટ્રકને એસઓજી અને હળવદ તાલુકાની ટીમે રોકીને ચેક કર્યો હતો ત્યારે ટાટા ટ્રક નંબર RJ 39 GA 6051 માંથી માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે માદક પદર્થ પોસ ડોડા 99 કિલો તથા 680 ગ્રામ જેની કિંમત 2,99,040 તેમજ બે મોબાઇલ અને ટ્રક મળીને કુલ 23,09,040 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી દેદારામ નારણારામ જાટ (40) અને બાબુલાલ ગંગારામ જાટ (26) રહે બંને આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરેલ  છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીને માલ નવલારામ ગોદારા નામના  શખ્સે આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News