મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ
SHARE
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ હાલ ઢવાણા પહોંચ્યા, લાપતા થયેલા આઠ વ્યક્તિઓનો હજુ પતો નહીં: રેસ્ક્યુની કામગીરી હાલ બંધ કરાઇ
મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે કોઝવેમાં ટ્રેક્ટર ગઈકાલે રવિવારે રાત્રિના નવ એક વાગ્યે તણાયેલ ટ્રેકટર સાથે લાપતા થયેલા લોકોને શોધવા માટે કવાયત હજુ પણ ચાલુ હતી જો કે, કોઇનો પત્તો લાગેલ નથી અને સતત કામગીરી કરતા ફાયર ફાયટરોને રેસ્ટ મળી રહે તે માટે હાલમાં રેસ્કયુનું કામ બંધ કરવામાં આવેલ છે અને આ ઘટનાની ગંભીરતાને સમજીને મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષાચંદ્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે કલેકટર સહિતના તમામ અધિકારી હાજર રહ્યા હતા.
વધુમાં અધિકારી પાસેથી જાણવા મળ્યુ હતુ કે, એનડીઆરએફની ટીમ સહિતની ટીમો દ્વારા જે રેસ્કયુ કરવામાં આવી રહ્યુ હતુ તે કામગીરી હાલમાં બંધ કરાઇ છે અને કાલે સવારથી ફરી લાપતા લોકોની શોધવાનું શરૂ કરાશે અને આ દુર્ઘટના સમયે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો પૈકી પાંચ બાળક, બે મહિલા સહિત આઠ લોકોનો સોમવારે રાતે આઠ વાગ્યા સુધી કોઇ પતો લાગ્યો નથી અને એસડીઆરએફની ટીમને મોરબી મોકલવામાં આવી છે અને કાલે રેસેકયુનું કામ એનડીઆરએફ, હળવદ ફાયર અને ટીકરના તરવૈયાઓની મદદથી શરૂ કરાશે અને લાપતા લોકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે