હળવદના ટીકર ગામે કોળીવાસમાં જુગારની રેડ: નવ શખ્સ 78,400 ની રોકડ સાથે પકડાયા
SHARE
હળવદના ટીકર ગામે કોળીવાસમાં જુગારની રેડ: નવ શખ્સ 78,400 ની રોકડ સાથે પકડાયા
હળવદ તાલુકાના ટીકર ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 78,400 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ભદ્રાડિયા અને ગંભીરસિંહ ચૌહાણને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના ટીકર ગામે કોળીવાસમાં રહેતા દેસળભાઈ ગાંડુભાઈ કોળીના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશોરભાઈ બચુભાઈ પરમાર (40), જાદવભાઈ બાબુભાઈ ઇન્દરિયા (39), દિનેશભાઈ મેરૂભાઈ ઇટોદરા (25), અજયભાઈ લાભુભાઈ આડેસરા (24), દિલીપભાઈ રામસિંગભાઈ વલીયાણી (47), યોગેશભાઈ ધનજીભાઈ ચાવડા (32), ઘનશ્યામભાઈ જીવાભાઇ બાબરીયા (50), મનસુખભાઈ સોમચંદભાઈ બાબરીયા (51) અને હકુભાઇ સુંડાભાઈ ઇન્દરિયા (40) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 78,400 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
સાપ કરડી ગયો
ટંકારા તાલુકાના વીરપર ગામે વિનુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા રામલોભાઈ નસરીયોભાઈ ભીલ (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરેલ છે
મહિલા સારવારમાં
મોરબી શહેરમાં આવેલ કાંતિનગર ખાતે હાલમાં રહેતા જસ્મીનબેન શાહરુખભાઈ અજમેરી (23)એ ધાંગધ્રા ખાતે સાસરીમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, બનાવ ધાંગધ્રા પોલીસમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીમાં જેલ ચોકની સામેના ભાગમાં રહેતા મંજુબેન ચમનભાઈ મકવાણા (60) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈકમાંથી પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના માધાપર વાડી વિસ્તારમાં રહેતા પ્રભાબેન હરિભાઈ ડાભી (48) નામના મહિલા દીકરીના એકટીવામાં પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપર આવેલ સત્યમ હોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે એકટીવામાંથી નીચે પડી જતા તેમને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે