મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના સરતાનપર નજીક પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાના પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાના કારણે અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં એમ્બીટો સિરામિક કારખાનાની બાજુમાં પાણીના વોંકળામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ  પડ્યો હોવાની દશરથભાઈ કાનજીભાઈ ભડાણીયા (30) રહે. હાલ સરતાન પર કેમરોન સિરામિક લેબર ક્વાર્ટર વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને પાણીમાંથી મળી આવેલ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. મૃતક યુવાન 35 થી 40 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી બાઈક ઉપર જઈ રહેલ અજીતકુમાર સિંગ (32) રહે. વિષ્ણુગંજ ઓરંગાબાદ બિહાર વાળો કોઈ કારણોસર બાઇકમાંથી પડી ગયો હતો જેથી તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News