ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ નર્મદાની કેનાલમાં યુવાન કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ વોલીસ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ગોકુલસિંહ શંકરસિંહ (24) નામનો યુવાન ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સંજયભાઈ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

હળવદની શ્રીજી સોસાયટીમાં રહેતા દિવાન રફીકશા (25) નામના યુવાનને મોરબીની સમર્પણ હોસ્પિટલ સામે અજાણ્યા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ગોઠણ અને નાકના ભાગે ઈજા થતાં સારવાર માટે તેને શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News