મોરબી-માળીયા (મી) શહેરમાંથી દેશી બનાવટના એક-એક તમંચા સાથે બે શખ્સની ધરપકડ
હળવદની મોરબી ચોકડીએથી ભાજપના હોદેદારની ગાડીમાં કતલખાને લઈ જવાતા પાંચ ઘેટાંને બચાવ્યા: ત્રણ આરોપીની ધરપકડ
SHARE
હળવદની મોરબી ચોકડીએથી ભાજપના હોદેદારની ગાડીમાં કતલખાને લઈ જવાતા પાંચ ઘેટાંને બચાવ્યા: ત્રણ આરોપીની ધરપકડ
હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થઈ રહેલ સ્વિફ્ટ ડિઝાયર ગાડીને રોકને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી નાના-મોટા કુલ પાંચ ઘેટા મળી આવતા અબોલ જીવને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા હતા અને 10,000 રૂપિયાની કિંમતના અબોલજીવ તથા બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2.10 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ગાડીમાં બેઠેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા વિશાલભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી (35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રહેમાનખાન નકુખાન જાતે મુસ્લિમ (42), જબરુદ્દીન રેશમખાન જાતે મુસ્લિમ (35) અને ભાવરેખાન ઈશેખાન જાતે મુસ્લીમ (40) રહે. બધા તાલુકો પાટોદ જીલ્લો બાડમેર રાજસ્થાન વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદની મોરબી ચોકડી પાસેથી સ્વિફ્ટ ગાડી નંબર આરજે 4 સીએમ 5715 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને ચેક કરતા તેમા ઘાસચારો કે પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા રાખ્યા વગર પાંચ અબોલ જીવ ઘેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બે મોટા ઘેટા અને ત્રણ બચ્ચા આમ કુલ પાંચ અબોલ જીવને બચાવીને કુલ મળીને 2.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.