મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી ચોરી કરેલ ત્રણ કિલો ચાંદી પોલીસે આરોપી પાસેથી કબજે કરી


SHARE









હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી ચોરી કરેલ ત્રણ કિલો ચાંદી પોલીસે આરોપી પાસેથી કબજે કરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીની પાસેથી પોલીસે હાલમાં ચોરીમાં ગયેલ ત્રણ કિલો ચાંદી રિકવર કરેલ છે.

મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યુ હતું કે, ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળા ને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એન. સિસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે આરોપી રાકેશ ઉર્ફે રાજૂ રેસિંગભાઈ રાઠવા રહે. જરખડી ફળિયા ડોલરિયા ગામ છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ કુલ ત્રણ કિલો ચાંદી નો મુદામાલ રિકવર કરેલ છે.




Latest News