મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વા ત્રિપાઠીએ ગોવામાં યોજાયેલ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં કાંઠું કાઢ્યું


SHARE







મોરબીની વિશ્વા ત્રિપાઠીએ ગોવામાં યોજાયેલ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં કાંઠું કાઢ્યું

મોરબી  શહેરના માધાપર વિસ્તારમાં રહેતા મધ્યમ પરિવારની દીકરીએ દેશ લેવલે નામના મેળવી છે મોરબીમાં રહેતા રમેશભાઈ રઘુનાથપ્રસાદ ત્રિપાઠી અને સીમાબેન રમેશભાઈ ત્રિપાઠીની દીકરી અને હીવાંશના બહેન વિશ્વા રમેશભાઈ ત્રિપાઠી કે જે હાલમાં બી.એસ.સી. ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે અને ગુજકેટની પરીક્ષામાં ૯૪ ટકા મેળવેલ છે તેમજ મેડીકલ નીટની પરીક્ષા આપેલ છે જેનું રિઝલ્ટ જાહેર થવાનું બાકી છે તેણે અત્યાર સુધીમાં ડાન્સ હરીફાઈમાં અનેક શિલ્ડ મેળવેલ છે. તેવામાં થોડા સમય પહેલા જામનગરમાં સનરાઈઝ યૂથ મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેશન એન્ડ ફેન્સી કોમ્પિટિશન પ્રી-ફિનાલે વિશ્વા રમેશભાઈ ત્રિપાઠી મિસ ગુજરાત બની હતી તેમજ ગોવામાં યોજાયેલ ફેશન એન્ડ ફેન્સી કોમ્પિટિશનના ફિનાલેમાં મિસ ઇન્ડિયા રનર અપ બની ગુજરાત તેમજ મોરબીનું નામ રોશન કરેલ છે આ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં ૨૫ પ્રતિસ્પર્ધીઓ હતા જેમાંથી તે મિસ ઈન્ડિયા રનરઅપ બનેલ છે






Latest News