અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો


SHARE







વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં અજંતા પાનની દુકાન પાસે આધેડે અગાઉ આપેલા હાથ ઉછીના 200 રૂપિયા પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને ગાળો આપીને ઈંટ વડે ડાબા હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની ભોગ બનેલા આધેડે વાંકાનેર  સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત આધારે વાંકાનેરમાં આવેલ મિતુલ પટેલ ના દવાખાનાની પાછળના ભાગમાં અમરનાથ સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા રમેશભાઈ હરજીભાઈ પટેલ (53) એ વિજયભાઈ સોમાભાઈ બાવળીયા રહે. જીનપરા શેરી નંબર 12 વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે બે દિવસ પહેલા તેણે વિજયભાઈ ને હાથ ઉછીના ₹200 આપ્યા હતા જે પૈસા તેણે પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ ઈંટના ટુકડાનો ઘા કરી ને ફરિયાદીને હાથના કાંડાના ભાગે મૂઢમાર માર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા આધારીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News