મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી: શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ દ્વારા SVS કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો


SHARE









મોરબી: શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ દ્વારા SVS કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યલેખન કળા, ગાયનકળા, અને વાદન કળાની પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે "ગરવી ગુજરાત" થીમ અંતર્ગત કલા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર અતુલભાઈ પાડલિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ જુદી જુદી ચાર સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, (શાસ્ત્રીય અને સુગમ સંગીત), સંગીત વાદન સ્પર્ધા (તાલ અને સુર વાદ્ય)નું આયોજન  કરવામાં આવેલ હતું અને મોરબીની અભિનવ સ્કૂલ ખાતે શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીની SVS કક્ષાની સ્પર્ધા યોજવામાં આવેલ હતું.

જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના પ્રમુખ મનોજભાઈ ઓગાણજાએ હાજરી આપેલ હતી. આ સ્પર્ધામાં કુલ નવ  QDC માંથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૫૫ જેટલા  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 500, 300, અને 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષક ભાઈઓ - બહેનોએ નિર્ણાયક તરીકે કામગીરી કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર અતુલભાઈ પાડલિયા અને સહ કન્વીનર રાજેશભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં  મોરબીના તમામ QDC કન્વીનર તથા  જુદી જુદી શાળાના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો તેમજ અભિનવ સ્કૂલના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.




Latest News