મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે


SHARE











મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે

મોરબીના લજાઈ ગામે અને રાજપર ગામે આવેલ ગૌશાળામાં રાખવામા આવેલ ગાયોના નિભાવ માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક અને કોમિક નાટકો રજૂ કરવામાં આવશે જેથી કરીને નાટક જવા માટે અને ગાયોની સેવામાં સહયોગ આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર, અંધ, અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૫/૧૦ ને શનિવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે

આવી જ રીતે મોરબીના રાજપર ગામે આવેલ ગૌશાળામાં નિરાધાર ગાયોને રાખવામા આવેલ છે તેના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને તેની સાથે કોમિક નાટક દયારામ નો દીકરો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પેટ પકડીને હસાવવા માટે ગગુળીયાની ટીમને પણ બોલાવવામાં આવી છે આ નાટક આગામી તા. ૧/૧૦ ને શનિવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામે યોજાશે ત્યારે લોકોને મજા કરવા માટે અને ગાયોના કામમાં સેવા આપવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News