અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું


SHARE







વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા વાંકાનેર નગરપાલિકાના ઉપક્રમે સહયોગ ટ્રસ્ટના કલાકારોની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય પર જાગૃતિના ભાગ રૂપે શેરી નાટકો ભજવવામાં આવ્યા હતા. નાટક એ આજે પણ અસરકારક જીવંત માધ્યમ છે. લોક ભોગ્ય બોલી અને છટાદાર જરૂઆત કરી શેરી નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ જેવા અસરકારક મુદાઓને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા. નાટકના કલાકારો દ્વારા સ્વચ્છતાની જાળવણી માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સહયોગ ટ્રસ્ટ તથા આ નાટકના કલાકારોને પ્રમાણપત્ર આપી તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વોએ સ્વચ્છતા સપથ પણ લીધા હતા.






Latest News