હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેતા વિનોદભાઈ વામજા ગુમ 


SHARE





મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેતા વિનોદભાઈ વામજા ગુમ 

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેતા વિનોદભાઈ વામજા ગત તા. 16 ઓક્ટોબર ને બુધવારના રોજ કામ અર્થે નીકળ્યા હતા ત્યારબાદ તેઓ પરત ફર્યા નથી. આ સંસ્થામાં રહેતા 35 વર્ષીય નેત્રહિન વિનોદભાઈ વામજા 16 ઓક્ટોબરે સવારે 6-20 કલાકે પોતાની કંપની અજંતા ઓરેપેટમાં કામ કરવા માટે નીકળ્યા હતા પરંતુ તેઓ કંપની પર પહોંચ્યા ન હતા. જેથી સાથે કામ કરતાં નેત્રહિન કામદારોએ તેમના પત્ની અલ્પાબેનને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ અલ્પાબેને સંસ્થાને જાણ કરતાં સંસ્થા દ્વારા વિનોદભાઈની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહતો. વિનોદભાઈ વામજા સંપૂર્ણ રીતે નેત્રહિન છે. તેથી જો કોઈ વ્યક્તિને વિનોદભાઈ વિશે માહિતી મળે તો મો.નં. 9429978930 પર સંપર્ક કરવા જણાવાયું છે. 




Latest News