મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE











મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

આગામી દિવાળીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ચોકલેટ બરફી, પીસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરાપાક જેવી મીઠાઈ 130 રૂપિયામાં 500 ગ્રામ આપવામાં આવશે તેમજ ખટમીઠું ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી અને બેબી ભાખરવડી 60 રૂપિયાનું 500 ગ્રામ, નડીયાદી ભુસુ, બોમ્બે ભેળ, રોલ પુરી 70 રૂપિયાનું 500 ગ્રામ મળશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, જે લોકોને મીઠાઈ તેમજ ફરસાણ લેવાના હોય તેમને અગાઉથી બુકિંગ કરાવવું પડશે. જેના માટે બુકિંગ તા. 18 થી 23 સુધી કરવામાં આવશે. આ મીઠાઈ અને ફરસાણનું વિતરણ તા. 27 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ટેકરી મેઈન રોડ પર જુની એચડીએફસી બેંકની બાજુમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયાનો આર્થિક સહયોગ આપેલ છે.

જે લોકોને બુકિંગ કરાવવું હોય તેમને ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેલ રોડ, શશીભાઈ મહેતા (9824616089), વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા (9825644991), કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ (9909215520), ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ કિરીટભાઈ સંઘવી (9429097765), કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-3, ચકીયા હનુમાન (9879963762), શ્રદ્ધા અગરબત્તી, એ.કે.કુ. પાસે, ડાયમંડ બ્યૂટી પાર્લરની બાજુમાં (9624457199), અલ્પાબેન કક્કડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી (9023104446), ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણનગર-2, ગાયત્રીનગર-4 (9099347773) નો સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News