મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત
હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા
SHARE
હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા
હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટી તેમજ સુસવાવ ગામની સીમમાં ઘરફોડ ચોરીની બે ઘટના બની હતી અને તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધેયલ હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને તેવામાં પોલીસે બે આરોપીઓને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના અને ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવેલ ઢાળીયા કબ્જે લેવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અને હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં જુદીજુદી બે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેની ફરિયાદ પણ જે તે સમયે હળવદમાં નોંધાયેલ હતી જેથી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેવામાં ચોરીને અંજામ આપનાર શખ્સો હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું અને આરોપી સન્ની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડ નામના બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.