મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે


SHARE













મોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે

આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલકો તથા પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળાપાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓને નર વાછરડાને ક્લોસ મેથડ (Burdizo Castrator) અને ઓપન મેથડ (Surgical Method) થી ખસીકરણ કરાવવા બદલ પ્રતિ પશુ નર વાછરડા માટે રૂપિયા ૫૦૦ ની સહાય મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પશુપાલક મિત્રો અને પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળાપાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓએ આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/  આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ ઘટક અંતર્ગત પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી ૦૧ વર્ષની સમય મર્યાદા છે. એટલે કે એક વખત અરજી કર્યા બાદ ૦૧ વર્ષ બાદ ફરીથી અરજી કરી શકાય છે. હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. તેથી આગામી તારીખ ૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહે છે.

ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડસરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ જેમ કે મતદાર ઓળખ કાર્ડડ્રાઈવિંગ લાઈસન્સકિસાન ક્રેડિટ કાર્ડબચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલસંસ્થાના રજિસ્ટ્રેશન નંબરની નકલ કે સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે. ફક્ત દિવ્યાંગ કેટેગરીના લાભાર્થીઓએ જ સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરીપશુપાલન શાખાજિલ્લા પંચાયત ભવનમોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવવા અંગે અરજી કરે તેમ મદદનીશ પશુપાલન નિયામકવેટરનરી પોલીક્લિનિકમોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  




Latest News