મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોએ અંતિમ પગલાં ભર્યા
મોરબીની ઉમા ટાઉનશિપમાં ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને સાંસદોની હાજરીમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું
SHARE
મોરબીની ઉમા ટાઉનશિપમાં ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને સાંસદોની હાજરીમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું
મોરબીના દર વર્ષે ઉમા ટાઉનશિપમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી-માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના શુભેચ્છકો હાજર રહ્યા હતા ખાસ કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને યોજાયેલ નૂતન વર્ષ નિમિતેના સ્નેહમીલનમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ ચંદુભાઈ સિહોરા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાણી, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા, જયોત્સનાબેન અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, જયંતીભાઈ પટેલ, વેલજીભાઇ પટેલ, અશોકભાઇ ચાવડા, હસુભાઈ પંડ્યા તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને સિરામિક ઉદ્યોગકારો સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી શહેર તેમજ બંને તાલુકામાં સરકારના રૂપિયાનો સદુપયોગ કરીને સારામાં સારા કામો આગામી વર્ષ દરમ્યાન કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.