મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી


SHARE









હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે ઓફિસ પાસે યુવાને બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સી સોણોજીયા (25) નામના યુવાને વાહન ચોરીની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે જય વેલનાથ ઓફિસ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 1668 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા હંસાબેન રમેશભાઈ પુરબીયા (45) અને તેના દીકરી કાજલબેન રમેશભાઈ પુરબીયા (22)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ અશ્વિનભાઈ જાપડિયા દ્વારા કરવામાં આવી હતી




Latest News