મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવા ધરમપુર ગામે પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત: શરીર ઉપર મારના નિશાન જોવા મળતા ફેરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ


SHARE













મોરબીના નવા ધરમપુર ગામે પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત: શરીર ઉપર મારના નિશાન જોવા મળતા ફેરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ

મોરબીના નવા ધરમપુર ગામે રહેતી મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજયું હોય તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળી રહ્યા છે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. જેથી પોલીસ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના નવા ધરમપુર ગામે રહેતા સંજયભાઈ ઉપાસરિયાના પત્ની કિરણબેન ઉપાસરિયા (35)નું શંકાસ્પદ હાલતમાં મોત નીપજયું છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો 15 વર્ષનો છે અને તેને ચાર સંતાન હોવાની વિગતો જાણવા મળી રહી છે અને મૃતક મહિલાના શરીર ઉપર માર માર્યો હોવા અંગેના નિશાન જોવા મળી રહ્યા છે જેથી આ બનાવ આપઘાતનો છે કે પછી હત્યાનો તે દિશામાં પણ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અને ફોરેન્સિક પીએમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે તેવું જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા ગંગારામ પ્રાગજીભાઈ ગોધાવિયા (74) નામના વૃદ્ધ આમરણ રોડ ઉપર થી બાઇક લઈને પસાર થતા હતા ત્યારે સરદાર ગેટ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

રિક્ષા પલટી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જુબેદાબેન અમીરભાઈ દાવલિયા (35) રિક્ષામાં જતા હતા ત્યારે મામાદેવના મંદિર પાસે આમરણ ગામ નજીક રિક્ષા પલટી જતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News