મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મુંબઈ ખાતે એન.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ ખાતે વ્યાખ્યાન આપતા મોરબી ઓસેમ સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા


SHARE













મુંબઈ ખાતે એન.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ ખાતે વ્યાખ્યાન આપતા મોરબી ઓસેમ સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા

મુંબઈની સુપ્રસિધ્ધ કોલેજ દ્વારા મોરબીની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલના વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા

તાજેતરમાં મુંબઈ ખાતે નરશી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ દ્વારા ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સ્પીકર તરીકે મોરબીની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ સી.બી.એસ.ઈ. ના પ્રિન્સિપાલ દીપા શર્માને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.તેઓએ હોલીસ્ટીક લર્નિંગ, શિક્ષણમાં નવપ્રવર્તન, નેતૃત્વ કળાનો વિકાસ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રની માંગ સંતોષવા ભારતના યુવાનોમાં રહેલુ સામર્થ્ય સહીતના વિષયો ઉપર વ્યાખ્યાન આપ્યુ હતુ. તે ઉપરાંત ઓસેમ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
     
મુંબઈની પ્રતિષ્ઠીત એન.એમ. કોલેજ દ્વારા મોરબીની શાળાના પ્રિન્સ્પાલને વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જે બાબત સમગ્ર મોરબીના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે હરહંમેશ કટીબધ્ધ મોરબીની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને સુવર્ણ તક આપવામાં આવી હતી. સ્કુલના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા તેઓએ વિવિધ વ્યાખ્યાતાઓ સાથે સંવાદ કરી વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. શાળાના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓને મુંબઈની શ્રેષ્ઠ કોલેજમાં મળેલ તક બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ તથા સુર્યરાજસિંહ જેઠવાએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.








Latest News