મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો


SHARE













એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો

મોરબી સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં એસીબીની ટીમ દ્વારા જુદીજુદી સરકારી કચેરીઓમાં સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ નરી વાસ્તવિકતા છે તેવામાં થોડા જ દિવસોમાં એસીબીની ટીમે બીજી સફળ રેડ કરેલ છે થોડા સમય પહેલા ઘૂટું ગામે રેડ કરી હતી ત્યારે તલાટિ અને સરપંચના પતિ લાંચ લેતા પકડાયેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી છે.

મોરબીમાં એક અરજદારને ખેડૂતનું પ્રમાણ પત્ર જોઈતું હતું તે અરજદાર પાસેથી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે આજે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. લાલિવાલાએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીસા નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ કરી હતી.






Latest News