હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માત: ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માત: ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત
વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી પસાર થતા ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે પૈકીના એક યુવાનના માથા ઉપરથી ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી જતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે આવ્યો હતો અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને ટ્રકચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં આવેલ ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા દિપકુમાર રમેશભાઈ વાછાણી જાતે પટેલ (૨૩) અને પાર્થ અરવિંદભાઈ નામના બે યુવાનો બાઈક ઉપર વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૦૯૬૫ ના ચાલકે બેફિકરાઈથી પોતાના વાહન ચલાવીને જમણી બાજુથી ઓવરટેક કરતાં બાઇકને જમણી બાજુએ વળાંક લઈને અડફેટે લીધું હતુ જેથી કરીને બાઇકના ચાલક પાર્થ અરવિંદભાઈ નામનો યુવાન નીચે પટકાતા તેના માથા ઉપરથી ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને પાર્થ અરવિંદભાઈ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવની હાલમાં દિપકુમાર રમેશભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે