વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માત: ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત
વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો
SHARE
વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમીએ કથાના જમણવાર દરમિયાન જાહેરમાં ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની યુવતીએ ના પાડતાં તેનો પુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરે બાંધવાના પટ્ટા વડે યુવતીને માર માર્યો હતો જેથી કરીને નાના મોટી ઇજાઓ થવાના કારણે યુવતીએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી અને મજૂરી કામ કરતી પાયલબેન રણછોડભાઈ સિહોરા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપા રહે. લીબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ અન્ય જગ્યાએ તેની સગાઈ થઈ ગઈ હતી જેથી કરીને આરોપી અને ફરિયાદી એક જ ગામમાં રહેતા હોય કથાના જમણવાર પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં ફરિયાદી પાયલબેનને આરોપી શંકરભાઈએ જાહેરમાં ગાળો આપી હતી જેથી કરીને ગાળો બોલવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ કમરે બાંધવાના પટ્ટા વડે પાયલબેનને વાંસા, પગ, સાથળ અને કમરના ભાગે માર માર્યો હતો જેથી કરીને પાયલબેનને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાયલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે