મોરબી સબજેલમાં બંદીવાનોને લેન્ડગ્રેબીંગ એકટથી માહીતગાર કરાયા
હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું
SHARE
હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાંથી પસાર થતા ટ્રેક્ટરમાં પેટી ઉપર બેઠેલ વ્યક્તિનું ટ્રેકટરમાંથી નીચે પડી જવાના કારણે રોટાવેટર મશીનમાં પગ આવી જવાથી ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેકટર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહિપતભાઈ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉંમર ૪૩)એ હાલમાં જીજે ૩૬ એફ ૮૪૭૫ ના ચાલક સંદીપભાઈ ચંદુભાઈ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીના ટ્રેક્ટરની અંદર બેસીને તેના ભાઈ રમણીકભાઈ કાનજીભાઇ મકવાણા આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર બેફિકરાઈથી ચલાવવામાં આવતા રમણીકભાઈ ટ્રેક્ટરની પાછળ પેટી ઉપર બેઠેલા હોય ત્યાંથી નીચે પડ્યા હતા અને ટ્રેકટરની પાછળ લગાડવામાં આવે રોટાવેટર મશીનમાં તેનો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી રમણીકભાઈનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવમાં મહિપતભાઈ મકવાણાની ફરિયાદ લઈને પોલીસે સંદીપ મકવાણાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે