મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ
SHARE









મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ
મોરબી પીજીવીસીએલ સર્કલ ઓફીસ દ્વારા રાજકોટ કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આજથી આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવેલ છે. વધુમાં મોરબી પીજીવીસીએલના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ તા 30 નવેમ્બરથી ૨ ડીસેમ્બર સુધી આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે અધિક નિવાસી કલેકટર શિવરાજસિંહ ખાચર, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયા તેમજ એસ.એચ.રાઠોડ, આસિસ્ટન્ટ સેક્રેટરી કે.સી. ડામોર, ડીવાયડીઓ હિરલબેન વ્યાસ સહિતના હાજર રહ્યા હતા અને પહેલા દિવસે અમરેલી-જૂનાગઢ, પોરબંદર-મોરબી અને અંજાર-ભાવનગર વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને છેલ્લા દિવસે તા ૨ ડીસેમ્બરના સવારે ૧૧: ૩૦ વાગ્યે કલોઝિંગ સેરેમની રાખવામા આવી છે.
