વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગના ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર 6 પૈકીનાં ત્રણ આરોપી ઝડપાયા


SHARE

















મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગના ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર 6 પૈકીનાં ત્રણ આરોપી ઝડપાયા

મોરબીમાં રહેતા યુવાને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી તેને રૂપિયાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્રને વાત કરી હતી ત્યારબાદ તે મિત્રએ તે યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવ્યો હતો અને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી 30 ટકા વ્યાજે પૈસા અપાવ્યા હતા અને તેના બદલામાં વ્યાજે પૈસા અપાવનાર મિત્રએ તગડું કમિશન લીધું હતું. અને વ્યાજખોરો દ્વારા વ્યાજ લેવામાં આવી રહ્યું હતું જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના મિત્ર સહિત કુલ છ સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં પંચાસર રોડે સંકલ્પ હાઈટસ-1 બ્લોક નં-103 માં રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા (21)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ રબારી, માધવ બોરીચા, ભરતભાઈ બોરીચા, શિવમભાઈ બોરીચા, હીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને ટાઈલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી ફરિયાદીએ પોતાના મિત્ર પંકજ ફેફરને પૈસાની જરૂર છે તેવી વાત કરી હતી જેથી પંકજ ફેફરે આરોપી સુરેશભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો અને તેની પાસેથી 30 ટકા વ્યાજ લેખે 1.5 લાખ રૂપિયા ફરિયાદી યુવાને અપાવ્યા હતા અને તેની સામે ફરિયાદી તેને અત્યાર સુધીમાં 30,000 રૂપિયા ચૂકવ્યા છે. ત્યારબાદ માધવ બોરીચા પાસેથી 30 ટકા વ્યાજ લેખે 50,000 રૂપિયા અપાવ્યા હતા જેની સામે તેને 15 હજાર રૂપિયા ચૂકવ્યા છે. તો ભરત બોરીચા પાસેથી રોજના 2,000 લેખે 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને શિવમ રબારી પાસેથી રોજના 5,000 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે યુવાને લીધા હતા અને શિવમ રબારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હીરાભાઈ ભરવાડ વચ્ચે હોય તેના દ્વારા પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી યુવાનને વ્યાજખોરના ચક્રમાં ફસાવનાર મિત્ર સહિત કુલ છ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી હીરા રતાભાઈ ખીંત (48) રહે. વાવડી રોડ મોરબી, મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઇ ભૂંભરિયા (29) રહે. અંબિકા સોસાયટી ત્રાજપર ચોકડી પાસે મોરબી અને સુરેશ હકા ભૂંભરિયા (29) રહે. નવા સદુળકા વાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને બાકીના ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News