મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપે ગાડી લઇને આવેલા ત્રણ શખ્સોએ કરી 34 હજારના મુદામાલની ચોરી


SHARE









હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં ગ્રે કલરની નંબર પ્લેટ વગરની સેવીફટ ગાડી લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા ટેબલના ખાનામાંથી 33 હજાર રૂપિયા રોકડા તથા 1,000 રૂપિયાની કિંમતની સ્માર્ટવોચ આમ કુલ મળીને 34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પેટ્રોલ પંપના કર્મચારીએ અજાણ્યા ત્રણ શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઇસનપુર ગામે રહેતા અને વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના નોકરી કરતા ગગજીભાઈ રમેશભાઈ સારોલા (20) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તા. 30/11 ના સવારે 6:15 થી 6:30 ની વચ્ચે નંબર પ્લેટ વગરની ગ્રે કલરની મારુતિ સ્વીફ્ટ ગાડીમાં અજાણ્યા ત્રણ શખ્સો પેટ્રોલ પંપે આવ્યા હતા ત્યારે પેટ્રોલ પંપનો એક કર્મચારી ત્યાં સૂતો હતો અને ફરિયાદી ગગજીભાઈ વોકિંગમાં ગયા હતા. દરમિયાન નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા આ ત્રણ શખ્સો દ્વારા પેટ્રોલ પંપની ઓફિસના ટેબલના ખાનામાં પડેલા રોકડા 33 હજાર રૂપિયા તથા ત્યાં ટેબલ ઉપર પડેલ સ્માર્ટ વોચ જેની કિંમત 1,000 આમ કુલ મળીને 34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News