મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો ૧૪૭ મો મેડિકલ કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો ૧૪૭ મો મેડિકલ કેમ્પ યોજાયો
મુંબઈ વાળા શાંતિભાઈ મોહનભાઈ ઝોબલીયાના દીકરા દિલીપભાઈ કેનેડામાં રહેવા છતાં માતૃભૂમિને ભૂલ્યા નથી તેમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડો. હસ્તીબેન મહેતાના 147 માં કેમ્પનું આયોજન હજનાળી ગામે કરવામાં આવ્યું હતું અને દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. ત્યારે ડો. સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખના દર્દીની તપાસ કરીને દવા પવામાં આવી હતી તેમજ ઘૂંટણ, હાથ, કમરના દુખાવા તેમજ વા ના દર્દીને સાંધાના દુખાવા માટે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વિશેષ પ્રકારની પોઇન્ટની સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે માવજી દેવાભાઈ મિયાત્રા, રોનક સુરેશ ગામી, રણછોડ મશરુભાઈ ભરવાડે જહેમત ઉઠાવી હતી. અને કેમ્પ સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, શ્રીમતી નિશાબેન દેસાઈ તેમજ કોઠારીભાઈએ સેવા આપેલ હતી
