મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે અમરેલી-મોરબી વર્તુળ કચેરી વચ્ચે ફાઇનલ મુકાબલો


SHARE











મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે અમરેલી-મોરબી વર્તુળ કચેરી વચ્ચે ફાઇનલ મુકાબલો

મોરબી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વર્તુળ કચેરીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામા આવી છે જેનો આજે સાંજે સમાપન્ન સમારોહ રાખવામા આવેલ છે.

જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પહેલા દિવસે કુલ ત્રણ મેચ યોજવામાં આવેલ હતા જેમાં અમરેલી, મોરબી અને અંજાર વર્તુળ કયેરી વિજેતા બનેલ છે જયારે બીજા દિવસે ત્રણ મેચ હતા ભુજ વર્તુળ કચેરી ૨૧ રનથી, અમરેલી વર્તુળ કચેરી ૯ વિકેટથી અને મોરબી વર્તુળ કચેરી ૭૫ રનથી વિજેતા બની હતી. અને આ ત્રણ મેચમાં ખુશાલી ગોર, ટી.એચ.વિંઝુડા અને નેહલબેન જોશીને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર નિગમિત કચેરીના અધિકારી તેમજ મોરબીના અધિક્ષક ઈજનેરના હસ્તે આપવામાં આવ્યા હતા તેમજ રનર્સઅપ ટીમોનું સર્ટીફીકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની બે ફાયનાલીસ્ટ ટીમ અમરેલી અને મોરબી વર્તુળ કચેરી વચ્ચે આજે ફાઇનલ મેચ યોજાવાની છે અને ત્યારે કલેકટર કે.બી. ઝવેરી તેમજ પીજીવીસીએલના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા હાજર રહેવાના છે અને તેઓના હસ્તે વિજેતા ટીમનું સન્માન કરવામાં આવશે અને આજે સાંજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન્ન સમારોહ પણ યોજાશે.






Latest News