મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 પૈકીનાં 2 ની આરોપીની ધરપકડ: એક જેલ હવાલે, એક જામીન મુક્ત


SHARE













મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 પૈકીનાં 2 ની આરોપીની ધરપકડ: એક જેલ હવાલે, એક જામીન મુક્ત

મોરબીમાં યુવાનને ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા જે રૂપિયા જુગારમાં હારી ગયેલા યુવાનને વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી 30 થી 60 ટકા સુધી વ્યાજ લેનારા શખ્સો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાને 6 શખ્સોની સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી તે ગુનામાં બે આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મણીલાલ મેરજા (20)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા, રાહુલભાઇ જારીયા, જયરાજ સવસેટા, મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા, માધવ જીલરીયા અને રાધે ડાંગર ની સામે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, તે વર્ષ 2022 માં મોરબી નિર્મલ સ્કુલમાં ધો. 12 મા અભ્યાસ કરતો હતો ત્યારે તે તેના મમ્મીના મામાના દિકરાનો દિકરા કુણાલ ઉર્ફે ભુરો ઓગણજાની ઉમીયા સર્કલ પાસે શોપીંગ સેન્ટરમાં શિવાય ફાયનાન્સ નામની ઓફીસ હતી ત્યાં તે અવારનવાર બેસવા જતો હતો અને કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો જેથી ફરિયાદીને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો અને જેથી કરીને કુણાલે ફરિયાદીને તેની જ ઓફીસે તેના મોબાઇલમા ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી. માં પાંચ લાખ કુણાલે પોતાના આઈ.ડી.માથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી તે રકમ જુગારઆ હારી ગયો હતો જેથી જુદાજુદા પાંચ શખ્સ કે જે કુણાલની ઓફિસે આવતા હતા તેની સાથે સંપર્ક હોવાથી કુણાલને રૂપિયા આપવા માટે જુદાજુદા લોકો પાસેથી 30 થી લઈને 60 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ઘણી રકમ આપવામાં આવી હતી તો પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા  આરોપી મિલનભાઇ પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઇ ફુલતરીયા (32) રહે. ઉમા ટાઉનશિપ મોરબી અને મેહુલ ઉર્ફે માધવ લાખાભાઈ જીલરીયા (27) રહે. રવાપર વાળાની ધરપકડ કરી હતી અને બંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીનાં મિલનભાઇ ફુલતરીયાના જામીન મંજૂર થયેલ છે જો કે આરોપી મેહુલ ઉર્ફે માધવ જીલરીયાને જેલ હવાલે કરેલ છે.






Latest News