ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં મોરબીના ટીંબડી ગામે નજીવી વાતે મહિલા સાથે મારામારી, ફરીયાદ નોંધાઇ મોરબીમાં ટાઇલ્સ ટ્રેડીંગમાં નુકશાની જતા હૈદરાબાદ ભાગી ગયેલ યુવાન પરિવારની યાદ આવતા ઘરે પરત ફર્યો સાવધાન: હળવદ તાલુકામાં જીવલેણ અકસ્માત સર્જનાર બાળકિશોરને બાઈક આપનારા તેના કાકા સામે ગુનો નોંધાયો મોરબીના સાદુળકા ગામે મંદિરમાંથી ચાંદીના છતર અને દાન પેટીની રોકડ રકમની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને હેમરેજ: બંને ઇજાગ્રસ્ત સારવારમાં: માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર


SHARE













વાંકાનેરના મહીકા નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને હેમરેજ: બંને ઇજાગ્રસ્ત સારવારમાં: માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર

વાંકાનેરના મહીકા ગામ પાસે ગેરેજની સામેના ભાગમાંથી પસાર ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ તે બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (34)કાર નંબર જીજે 12 1562 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મહીકા ગામ પાસે આવેલ યકીન મોટર્સ ગેરેજ સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 4203 લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઈકમાં સાહેશાહિદખાન પણ બેઠેલ હોય તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીને ખભાના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી તથા માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી અને શાહિદખાનને જમણા પગની ઘૂંટીમાં ફેક્ચર અને માથામાં હેમરેજ થયેલ છે જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર

માળિયા ત્રણ રસ્તા પાસેથી રેલવેમાં નોકરી કરતો ધવલકુમાર નામનો યુવાન બાઈક નંબર જીજે 6 એચએન 8870 લઈને વાધરવા પાસે રેલવે ટ્રેકના નિરીક્ષણ માટે જતો હતો ત્યારે ટ્રક કન્ટેનર નં જીજે 12 એઆઈ 1918 ના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ધવલકુમારને બંને પગમાં ઘુટી, પંજામાં તને જમણી પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા રેલવે કોલોની ખાતે રહેતા સંદીપકુમાર સુગમચંદ કૌશિક (29)માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News