મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત મોરબીના શિક્ષણ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપ સંગઠન ટીમ, વીરપર ગ્રામ પંચાયતના સરપંચ, લજાઈ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ છે આ કેમ્પમાં 54 લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડો.અક્ષય, મેડીકલ ઓફિસર લજાઈ ડો.સૃષ્ટિ ભોરણીયા, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ મેવા તેમજ પ્રા.આ.કેન્દ્ર લજાઈના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે.