મોરબીમાં ચાલતા રોડના કામમાં યોગ્ય મટિરિયલ્સ વપરાઇ છે કે નહીં તે કોંગ્રેસે ચેક કર્યું
વાંકાનેરના ધારાસભ્યના હસ્તે 141.22 લાખના ખર્ચે બનનારા બે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
SHARE
વાંકાનેરના ધારાસભ્યના હસ્તે 141.22 લાખના ખર્ચે બનનારા બે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે જીયાણાં ગામથી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ) રોડનું 86.10 લાખનું કામ તેમજ રાણપુર નવાગામથી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ) રોડનું 55.12 લાખનું કામ કરવાનું છે તે બંને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે.કે.પીપળીયા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ મેઘાણી, સંજયભાઈ રંગાણી, સરપંચઓ, તેમજ સૌ કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.