વાંકાનેરના ધારાસભ્યના હસ્તે 141.22 લાખના ખર્ચે બનનારા બે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
મોરબી જીલ્લા શાળા વિજ્ઞાન શિક્ષકોનું સંમેલન, પ્રદર્શન અને પ્રવચનનો નર્મદા બાલઘર દ્વારા કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જીલ્લા શાળા વિજ્ઞાન શિક્ષકોનું સંમેલન, પ્રદર્શન અને પ્રવચનનો નર્મદા બાલઘર દ્વારા કાર્યક્રમ યોજાયો
મોરબીના નર્મદા બાલઘર દ્વારા મોરબી જીલ્લા શાળા વિજ્ઞાન શિક્ષકોનું સંમેલન, પ્રદર્શન અને પ્રવચનનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્કૂલના વિદ્યાર્થી નવી ટેક્નોલોજીમાં તક મળતા જાણકાર બને તે હતો. આ તકે મુખ્ય અતિથીઓ તરીકે ડો. અનામીક શાહ, ડો. રમેશ ભાયાણી, ડો. દર્શન પટેલ, ડી.વી. મેહતા, કિશોર હેમાણી, કિશોરભાઇ શુકલ, મહેન્દ્રભાઇ અજમેરા, ડો.સી.કે.કાનાણી, કિરીટ વસ્સા જેવા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર તરફથી ટ્રસ્ટીઓ, વિવિધ શિક્ષક અને સેવકો હાજર હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના 10 થી 18 વર્ષના 30 બાળકો દ્વારા કરવામાં આવ્યું હતુ અને પ્રદર્શન પણ તેને જ ગોઠવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 6 બુથમાં અનુભવી વિજ્ઞાન, ૩ડી પ્રિન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન, A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, એનિમેશન સ્ટોરી, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે પ્રકારના કોર્સનું પ્રદર્શન યોજાયું હતું. આ તકે નર્મદા બાલ ઘરના વિદ્યાર્થીઓએ દ્વારા તેમનું કૌશલ્ય લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનનો બાળકો, માતા-પિતાઓ, શિક્ષણવિદો સહિત કુલ 2000 થી વધુ લોકોએ લાભ લીધેલ હતો. તેમજ આ તકે હાજર રહેલા શિક્ષણવિદો દ્વારા નર્મદા બાલ ઘરમાં ચાલતી પ્રવૃતિનોની પ્રશંસા કરી હતી અને જુદીજુદી સ્કૂલોમાં આ પ્રવૃતિ ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને આ તકે ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ભરત મહેતા, ટ્રસ્ટી જયેશભાઇ ઓઝા, જનરલ મેનેજર સાગર રાતપિયાએ આ સ્કીલ દરેક શાળા શિક્ષકો તથા બાળકો સુધી પહોંચે તે માટે 300 થી વધુ શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.