મોરબીમાં મિત્રએ દવાખાનાના કામ માટે 20 ટકા વ્યાજે રૂપિયા આપ્યા !: પત્નીને ફડાકા મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં મિત્રએ દવાખાનાના કામ માટે 20 ટકા વ્યાજે રૂપિયા આપ્યા !: પત્નીને ફડાકા મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં રહેતા યુવાનને કેન્સરની બીમારી છે અને તેના પિતાને પણ કેન્સર હતું જેથી કરીને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી તેને તેના મિત્ર પાસેથી 4.50 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા જો કે, તેના પિતાનું કેન્સરના લીધેલ અવસાન થયું હતું અને તેની નોકરી જતી રહી હતી જેથી વ્યાજખોરને તે સમયસર રૂપિયા ન આપી શકતા યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની તેમજ મોરબીમાં રહેવા ન દેવાની ધમકી આપી હતી. તથા તેની પત્નીને ઘરે આવીને વ્યાજખોરે ફડાકા માર્યા હતા આટલું જ નહીં છરી બતાવીને કોરા ચેકમાં સહી કરાવીને તે ચેકને બેંકમાં જમા કરાવીને ચેક બાઉન્સ થતાં યુવાન ઉપર ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં પંચાસર રોડે આવેલ રાજનગરમાં સંગાથ પેલેસ ફ્લેટ નં. 501 માં રહેતા અને સોલાર કંપનીમાં ડીઝાયનર અને માર્કેટીંગ સ્ટાફ તરીકે કામ કરતાં જયદીપભાઈ વાલજીભાઈ માણસુરીયા (36)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શકત શનાળા મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને છેલ્લા આઠેક વર્ષથી બ્લડ કેન્સર હોય તેની અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે. જો ક, ત્રણ વર્ષ પહેલા ફરિયાદીના પિતાને મોઢાનું કેન્સર અને તેને બ્લડ કેન્સર હોય દવાખાનાના કામ સબબ પૈસાની જરૂર હતી જેથી તેને જયસુખભાઈ મિયાત્રાને વાત કરી હતી અને અને ત્યાર બાદ 4.50 લાખ 20 ટકા વ્યાજે આપેલ હતા. અને દર મહિને તે રૂપિપાની સામે 62000 ફરિયાદી આરોપીને આપતો હતો. જો કે, છેલ્લા ચારેક મહિનાથી વ્યાજ આપેલ ન હતું. અને તેના પિતાનું અવસાન થયું હતું. તેમજ તેની નોકરી જતી રહી હતી. જેથી જયસુખભાઈને રૂપિયા સમયસર ન ચૂકવી શકતા તેને ફરિયાદી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અંદજે બે વર્ષ પહેલા ફરિયાદી બહાર ગામ ગયેલ હતા ત્યારે રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા તેના ઘરે આવીને આરોપીએ ફરિયાદીના પત્નિ પુનમબેન પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો બોલીને ફરિયાદીના પત્નિને ત્રણ ફડાકા માર્યા હતા. જે બાબતે ફરિયાદી આરોપીને ફોન કરતાં આરોપી તેના ઘર પાસે આવેલ અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ને ત્યાર બાદ ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હતો અને ફરિયાદી પાસેથી એક્સીસ બેંકના બે કોરા ચેકમાં છરી બતાવીને સહી કરીને બળજબરીપુર્વક પડાવી લીધેલ હતા. અને તે બે પૈકીનાં એક ચેકને બેંકમાં જમા કરાવીને ચેક બાઉન્સ કરાવેલ છે અને ત્યાર બાદ ફ્રીયાદીની સામે મોરબીની કોર્ટમાં કેસ કરવામાં આવેલ છે. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને ફરિયાદીને અવાર નવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને આરોપી પૈસાની ઉઘરાણી કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેમજ મોરબીમાં નહી રહેવા દેવાની ગર્ભીત ધમકી આપે છે. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની વધુ તપાસ પીએસઆઇ સી.એમ.કરકર અને તેની ટિમ કરી રહી છે.