મોરબીમાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
SHARE
મોરબીમાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
મોરબીમાં રહેતા યુવાને આઠ વ્યાજખોરની સામે ફરિયાદ કરી હતી જેમાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીના જામીન મંજૂર કરેલ છે.
આ કેસની મળતી માહિતી મુજબ તા 2/12 ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ઉમંગભાઈ મકવાણાએ ૮ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતીજેમાં તેને જણાવ્યુ હતું કે, ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા વ્યાજે લીધેલ હતા તથા વ્યાજ અને મુળ રકમ પણ ચુકતે ન કરી શકતા આરોપીઓ ફરીયાદીના ભાઈ અને પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીયાદીના ભાઈનો જીવ જોખમમાં નાખી ફરીયાદી પાસે રૂપિયા લઈ લીધેલ છે તેમજ ફરીયાદી પાસેથી આરોપીઓએ 3 એકટીવા અને 1 સ્વીફટ કાર લઈ લીધેલ છે આટલું જ નહીં તેને ગાળો આપીને માર મારી ચેક રીર્ટન કરાવી કેસ કરવાની ધમકી આપતા હતા જે ગુનામાં પોલીસે આઠ પૈકીનાં ત્રણ આરોપી હીરાભાઈ દેવસીભાઈ રબારી, ભાવિક વિમલભાઈ સેજપાલ અને ઈન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે આરોપીના વકીલની દલીલો સાંભળી કોર્ટે રીમાન્ડ અરજી નામંજુર કરી હતી જેથી આરોપીઓના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા આરોપી હીરાભાઈ દેવસીભાઈ રબારી, ભાવીક વિમલભાઈ સેજપાલ અને ઈન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પુજારા રોકાયેલ હતા.